Main Menu

ગુજરાત

અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે સામન્ય જ્ઞાન પ્રતિયોગીતા યોજાઈ

આહવા કોલેજ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે સામન્ય જ્ઞાન પ્રતિયોગીતા યોજાઈ. આહવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસાન દિવસ સામન્ય જ્ઞાન પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું જેમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સભર બને તથા દેશમાં ચાલતી લોકશાહી પ્રત્યે જાગૃતા આવે તેવા ઉદેશ્ય સાથે કોલેજમાં પ્રતિયોગીતા યોજવામાં આવી જેમાં પ્રથમ ક્રમાંકે ભોયે મેહુલ તૃતિય ક્રમાંકે કોકણી હર્ષિદા તથા ક્રમે ગવળી રમણભાઈ રહ્યા હતા જ્યારે પ્રતિયોગીતામાંRead More

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ને શ્રીમતી બીજલ પટેલ ( મેયર, અમદાવાદ) વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું, જેમાં ૩૪ જેટલા ચિત્રકારોના પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં જાણીતા ચિત્રકાર-મહેમાનો  નટુભાઈ મિસ્ત્રી, ફતેસિંહ વાળા,  બાબુભાઈ સોની,  અરવિંદ વાંકાણી,  મધિશ પરીખ જેવા મહાનુભાવો એ કલાકારો ને પ્રોત્સાહિત કર્યા. આ પ્રદર્શનની મુલાકાત જાણીતા કલાકારો ચિત્રકારો જે કે સુરેશ શેઠ, રતિલાલ કાંસોદરીયા અને કલા રસિકો એ પ્રદર્શન ને માણ્યો હતો. આ પ્રદર્શન માં દરરોજ જાણીતા આર્ટિસ્ટ દ્વારા લાઇવ ડેમો ૫ થી ૭ સાંજે જો શકાશે. ઓર્ગેનાઇઝર ટીમમાં અનિલ માળી, કમલેશRead More

દેવાનટેમ્બ્રુન પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતન પટેલની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે પસંદગી કરાઇ

સાપુતારા, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકમાં સમાવિષ્ટ દેવાનટેમ્બ્રુન પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતન પટેલની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે પસંદગી કરાઇ. ડાંગ જિલ્લાની દીવાનટેમબ્રુન શાળાનાં શિક્ષક ચિંતન પટેલે શાળામાં કરેલ “ Sparking curiosity by creative learning” ઇનોવેશન પોતાની શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે ઉત્સુકતા ઉદ્‌ભવે એ માટે ઇનોવેશન હાથ ધર્યું હતું. ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત ડાયેટ વઘઇ દ્વારા આયોજિત તારીખ ૧૮-૧૨-૨૦૧૮ થી ૧૯-૧૨-૨૦૧૮ સુધી જિલ્લા કક્ષાનો ઇનોવેશન  ફેસ્ટિવલ યોજાઇ ગયો હતો. આ ફેસ્ટિવલ સમગ્ર ડાંગ જિલ્લાનાં શિક્ષકોના વિવિધ પ્રકારના ૨૫ ઇનોવેશનની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી આહવા તાલુકાની દિવાનટેમ્બ્રુન પ્રા.Read More

સાસરીયાના દુઃખ ત્રાસથી મરવા મજબુર પરિણીતાનો આપધાત

પરિણીતાનું મોતનું કારણ અકબેધ :પોલિસ અજાણ પાલીતાણાના નાની રાજસ્થળી ગામે પતી, સાસુ અને સસરાના દુઃખ ત્રાસના કારણે મરવા મજબુર બની પરણીતાએ આત્મહત્યા કરી લીધી હતી જા કે, ગુનો નોંધાયા બાદ પણ પરિણિતાનું મોત ક્યા કારણસર થયુ તેનાથી પોલિસે અજાણ હોવાનું જાવા મળ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા મંજુબેન વલ્લભયભાઇ ચૌહાણ (ઉં.વ ૩૫)એ પાલીતાણા રૂરલ પોસ્ટેમાં તેના જમાઇ સંજય લાભુભાઇ, લાભુ અને ચંપાબેન લાભુભાઇ (રે. તમામ નાની રાજસ્થળી, તા. પાલીતાણા) સામે ફરીયાદ નોંધાવી હતી કે તેણીના દિકરી કાજલબેનને તેણીના એક વર્ષના લગ્ન જીવન દરમિયાન તેના પતિRead More

રસોઇ બનાવવા બાબતે થયેલ ઝગડો જીવલેણ નિવડ્યો

પાલીતાણા પંથકના વાળુકડ ગામે પતિ દ્વારા પત્નીની કરપીણ હત્યા ચાર સંતાનોએ મૌષ્ઠામી છત્રછાયા ગુમાવી: પત્નીને લાકડીના ઘા ફટકારી મોત નિપજાવી પતિ ફરાર પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે નજીવી બાબતની તકરારમાં પત્નીને લાકડીના ઘા ફટકારી પતીએ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રીનાં રસોઇ બનાવવા બાબતે પતી-પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની રીસામણે જતા રહ્યા બાદ રક્તરંજીત ધટના ધટી હતી. જ્યારે પત્નીની હત્યા કરી શખસ ફરાર બનતા પોલિસે તેના ધરપકડના ચક્રો ગતીમાન કર્યા છે. બનાવની જાણવા મળતી સધળી વિગતો અનુસાર મુળ છોટા ઉદેપૂરના તેજગઢના વતની અને હાલ પાલીતાણાના વાળુકડRead More

વિરમગામ ખાતે “૨૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ” યોજાશે

વર્તમાન સમયમાં સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે, જ્ઞાતિઓ – જાતિઓ વચ્ચે વૈચારિક અંતર વધી રહ્યું છે, જે રાષ્ટ્ર હિતમાં નથી. આ વિષયનું ચિંતન મનન કરીને, સામાજિક સમરસતા સમિતિ – વિરમગામ તાલુકાએ, સામાજિક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં વિરમગામની વિવિધ જ્ઞાતિઓ ભાગ લેશે. આપણે સૌ સાથ  સહકાર આપીએ, અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બનીએ. 21 કુંડી સામાજિક સમરસતા મહાયજ્ઞમાં સહભાગી થવા અને નામ નોંધવા માટે  9824856247 (નીલકંઠભાઇ વાસુકિયા) અથવા 9898378279 (ભુપેન્દ્રભાઇ પટેલ) નો સંપર્ક કરવાનો રહેશે. સામાજિક સમરસતા સમિતી વિરમગામ તાલુકાના સંયોજક  ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, બધા હિન્દુઓ એકRead More

ગરીબ તો એ છે કે જેના જીવનમાં ઉત્સાહ નથી: પંન્યાસ પદ્મદર્શન

શહેરના સુમુલ ડેરી રોડ પર આવેલા શાંતિનિકેતન જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં જૈન જાગરણ મંચની સ્થાપના શુક્રવારે કરાઈ હતી. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે યુવાનોને સંગઠિત અને સક્રિય થવા આહવાન કર્યું હતું. તેમજ વ્યસનો સામે લડત ઉપાડવા બોધ આપ્યો હતો. શહેરના શાંતિનિકેતન જૈન સંઘમાં શુક્રવારે પંન્યાસ પદ્મદર્શનવિજયની નિશ્રામાં જૈન યુવા જાગરણ મંચની રચના કરાઈ હતી. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે યુવાનોને સંદેશો આપતા કહ્યું કે સામાજિક ક્ષેત્રે સંગઠિત થાઓ. સમાજના કાર્યોમાં સક્રિય થઈને બીજાને પણ મદદ કરો. ભૌતિકતામાં ફસાયેલા યુવાનોને અધ્યાત્મ તરફ લઈ જવા માટે કાર્ય કરો. બાળકો અનેRead More

મુગલીસરાના પાતલિયા હનુમાનની સાલગીરી

સુરત | આજે માગસર સુદ આઠમના રોજ સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલા પાતલિયા હનુમાન મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાડાત્રણસો વર્ષ પહેલાં સ્વયં હનુમાનજી અહીં નિર્મલબાબાની ભક્તિને વશ થઈ પ્રગટ થયા હતા. આ નિમિત્તે મંદિરમાં આજે વહેલી સવારથી અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું સાંજે આયોજન કરાયું છે. તેની સાથે સુંદરકાંડના પાઠ, હનુમાનચાલીસા અને હોમ કરવામાં આવશે. 350 વર્ષ પહેલાં સ્વયં હનુમાનજી અહીં નિર્મલબાબાની ભક્તિને વશ થઇ પ્રગટ થયાં હતાં નિર્મલબાબાની ભક્તિનું પ્રતિક 350 વર્ષ કરતાં પાતળીયા હનુમાન મંદિર સુરત શહેરને સાડાત્રણસો વર્ષ પહેલા ત્રણ સંતોનું રખોપું હતું. આ ત્રણ સંતોમાં મુગલસરાઈમાં નિર્મલબાબાRead More

બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ચતુર્થ એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલનો શુભારંભ

બોટાદ : જી.સી.ઈ.આર.ટી. – ગાંધીનગર, નાયરા ફાઉન્ડેશન તથા આઈ ટુ વી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભાવનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ચતુર્થ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૮-૧૯ નું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સૌને પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. તેમણે તમામ આ ઈનોવેટીવ ફેરમાં ભાગ લીધેલ ૧૫ ઈનોવેટીવ શિક્ષકોને ખાસ અભિનંદન પાઠવીRead More