Main Menu

ગુજરાત

આહવાની નર્સિગ કોલેજના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની છેડતી પ્રકરણે વિદ્યાર્થીનીઓ દ્વારા ધરણા પ્રદર્શન

આહવા ની નર્સિંગ કોલેજ ના શિક્ષક  દ્વારા વિધાર્થી ઓની છેડતી પ્રકરણ ના આરોપી લંપટ શિક્ષક વિપુલ શાહ એક મહિના થી  પોલીસ પકડ થી દુર રહેતા રોષે ભરાયેલ વિધાર્થીનીઓ એ સોમવારે આહવા પોલીસ મથક સામે વિધાર્થીની ઓએ ધરણા પ્રદર્શન કરી કલેક્ટર શ્રી ને આવેદનપત્ર સુપ્રત કરુ  હતુ. આહવા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની ઓ સાથે અઘટિત માંગણીઓ અને શારિરીક છેડ છાડ કરતા રંગીન મિજાજ ધરાવતા લંપટ શિક્ષક વિપુલ શાહ વિરુદ્ધ એક મહિના અગાઉ શારિરીક છેડછાડ નો ભોગ બનનાર વિધાર્થીનીઓ એ હીંમત દાખવી ન્યાય માટે શિક્ષક વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આહવાRead More

ગિરિમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન

ગિરિમથક સાપુતારાના ગગનમાં ઉડશે દેશવિદેશના પતંગો જેમાં અવનવા અચરજભર્યા પતંગો ઉડાડશે. દેશવિદેશના પતંગબાજો તા.૧૧ મી જાન્યુઆરી ૨૦૧૯નાં દિવસે સાપુતારા ખાતે યોજાશે.  આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ જેમાં દેશવિદેશના  પતંગોબાજો સાથે પતંગ ઉડાવવાની મોજ માણશે. સાપુતારાના સહેલાણીઓ ગુજરાત પ્રવાસન નિગમ તથા ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી તા.૧૧મી ૨૦૧૯નાં રોજ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અવનવા આકર્ષણ અને અચરજભર્યા પતંગો સાથે દેશવિદેશના પતંગબાજો આ પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડવાની મોજ માણશે. તેમની  સાથે સાપુતારાના સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનનો પણ જોડાઇને આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ડાંગ કલેકટરRead More

વઘઇ તાલુકાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ધૂણતા હોવાના થયેલા અહેવાલ

વઘઇ તા:04 ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળાના ત્રણ વિઘાર્થીઓ, છેલ્લા બાર/પંદર દિવસોથી શાળાએ આવ્યા બાદ, ધૂણતા હોવાના વહેતા થયેલા અહેવાલને પગલે ડાંગ જિલ્લા વહિવટી તંત્રની ટીમે ધટના સ્થળની જાતમુલાકાત લઇ, બનાવની સત્યતા ચકાસવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ગત રાત્રિના વધઇ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તેમની ટીમે પ્રથમ શાળા, તેના વિઘાર્થીઓ તથા વાલીઓની મુલાકાત લઇ બનાવની ખરાઇ કરી હતી. ત્યાર બાદ આજે જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા, વધઇ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.ડી.સી.ગામીત તથાRead More

શબરીધામ સુબિર ખાતે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

શબરીધામ સુબિર ખાતે આવેલ શાળાનાં બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા શબરીધાર મંદિર ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા ખાતે સુબિર ગામમાં આવેલ છે. આ મંદિરે માતા શબરીનું ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. સાથે સાથે મંદિરમાં ધો.૧ થી ૫ ની પ્રાથમિક શાળા અસીમાનંદજી દ્વારા આ વર્ષથી જ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ૭૭ જેટલા બાળકો અહિં જ રહીને અભ્યાસ કરે છે તેમને ડાંગ-વલસાડ ભા.જ.પ.ના પ્રભારી અશોકભાઇ ધોરાજીનાં કહેવાથી નવસારી વિજલપોર શિવાજી ચોક પાસે રહેતા અને જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા પ્રવિણભાઇ ગઢવી દ્વારા સ્વેટરનું દાન મળ્યું હતું. અને બધા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. સાથેRead More

આહવા ખાતે જિલ્લા કક્ષાનો એન.આઇ.ડી. પોલીયો વર્કશોપ યોજાયો

વઘઇ, આહવા ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો એન.આઇ.ડી. પોલીયો વર્કશોપ જેમાં આહવા તાલુકાના મેડીકલ ઓફિસરો તથા સુપરવાઇઝરોને અપાયુ માર્ગદર્શન.આગામી તા.૩જી ફેબ્રુઆરીથી આરંભાશે પોલીયો અભિયાન ૨૦૧૯ ઉચ્ચાધિકારીઓએ અમલીકરણની કાર્યપદ્ધતિની આપી સમજ ડાંગ જિલ્લાને સ્વસ્થ રાખવા માટે સતત ચિંતિત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના પ્રયાસોમાં, ખૂબ જ સંવેદનશીલતા સાથે યોગદાન આપી, આરોગ્યલક્ષી કાર્યક્રમોના અમલીકરણમાં ચોક્સાઇ સાથે એક પણ જરૂરિયાતમંદ દર્દી આરોગ્ય સેવાથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવાનો અનુરોધ ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ કર્યો છે.નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પોલીયો વર્કશોપમાં ભાગ લઇ રહેલા આહવા તાલુકાના મેડીકલ ઓફિસરો તથા સુપરવાઇઝરો માટેનાRead More

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનું બસ સ્ટેન્ડ અત્યંત જર્જરીત હાલતમાં

વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે એ જરૂરી તાલુકામથકે બસ ડેપો તો દૂરની વાત સ્ટેન્ડની જાળવણી પણ તંત્રથી થતી નથી. તાલુકા મથકે આવેલ બસ સ્ટેન્ડ ખંડેર… વઘઇ : ડાંગ જિલ્લાના સુબિર તાલુકામથકે બસ ડેપો તો દૂરની વાત સ્ટેન્ડની જાળવણી પણ તંત્રથી થતી નથી.તાલુકા મથકે આવેલ બસ સ્ટેન્ડ ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં મુસાફર વર્ગ માટે કપરા દિવસો વેઠવાનો વારો આવશે તેવી સ્થિતિ જન્મી છે. દિવસેને દિવસે તૂટીને પોતાના આયુષ્યને સમય બતાવી દીધો હોય તેમ ખુદ બસ સ્ટેન્ડ હવે ચેતવણી આપી રહ્યું છે. ત્યારે બસ સ્ટેન્ડની હાલત વધુRead More

આહવા નગરના સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી

(લક્ષ્મણ બાગુલ દ્વારા) આહવા, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગર ની સ્થાપના પહેલી જાન્યુઆરીએ 115 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ ઉજવણી એકલવ્ય પ્રાઇમરિ સ્કૂલ આહવા દ્વારા કરવામાં આવી. સન 1903માં આહવા નગરને વહીવટી મથક તરીકે જાહેર કરવામાં જેને એકસો ને સોળમુ વરસ બેઠું છે. જેની ઉજવણીના ભાગરૂપે રંગ ઉપવન આહવા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, મરાઠી ગીત કોળી નુત્ય, રાજસ્થાની, પંજાબી, તેમજ વેસ્ટન નૃત્ય કરીને ઉજવણી કરી હતી. આહવાના યુવકો બાળકો એ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભુશારા, ડાંગRead More

વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્તનું સુરસરીયુ

કોગ્રેંસ શાસિત વધઇ તાલુકા પંચાયતમાં બીજી વાર કોગ્રેંસના સત્તા લાલચી ચુંટાયેલા સભ્યોએ પ્રમુખ વિરૂદ્ધ ત્રણ મહિનામાં જ બીજીવાર અવિશ્વાસની દરખાસ્ત રજુઆત કરતાં કોગ્રેંસનો આંતરિક વિખવાદ ફરી વાર સપાટી પર આવ્યો છે પણ નીતિ નીયમના કારણે અવિશ્વાસની દરખાસ્ત સુરસુરીયુ થતા કોગ્રેંસના બળવાખોર સભ્યો ફરીવાર મજાકનું પાત્ર બન્યાં હતા. મળતી માહિતી મુજઇ વઘઇની કોગ્રેંસ શાસિત તાલુકા પંચાયતમાં ત્રણ મહિનામાં કોગ્રેંસના કુલ ચુંટાયેલા ૧૨ સભ્યો પૈકી ૦૭ સભ્યોએ બળવો કરી સત્તાલાલશી સભ્યોએ ભાજપી સભ્યો સાથે મળીને કોગ્રેંસ સમર્થીત પ્રમુખ લલિતાબેન ગાવિતની વિરૂદ્ધ ત્રણ મહિનામાં બીજી વાર અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી જે અવિશ્વાસનીRead More

વઘઇ ખાતે કોગ્રેસી કાર્યકરો દ્વારા રોજ કોંગ્રેસના 134 માં સ્થાપના દિન ની ઉજવણી કરવા માં આવી

સમગ્ર ભારત દેશ માં કોંગ્રેસ પક્ષ દ્વારા 134 માં સ્થાપના દિન ની ઉજવણી કરવા માં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ વઘઇ ના દોડીપાડા ખાતે ધારાસભ્ય મંગળ ગાવિત ના હસ્તે કોંગ્રેસ નો ધ્વજ ફરકાવયો બાદ તમામ કોગ્રેસ કાર્યરતા ઓ એ જનગનમન ના ગાન સાથે ધ્વજ વંદન કરી કોંગ્રેસ ના 134 માં સ્થાપના દિન ની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ગાવિત પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ સરપંચ મોહન ભોયે ગમન ભોયે સહીત ના કોંગી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાRead More