Main Menu

ગુજરાત

નવનિયુક્ત સરપંચશ્રીઓના અભિવાદન સમારોહ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાના જણાવ્યા અનુસાર આજરોજ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચશ્રીઓનું ભારતીય જનતા પાર્ટી કાર્યાલય, શ્રી કમલમ  ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. હજારોની સંખ્યામાં સરપંચશ્રીઓ તથા  તેમના ટેકેદારો ગુજરાતના ખુણે ખુણેથી ઉમટ્યાં હતાં. ઉપસ્થિત વિરાટ જનમેદનીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, આજે વિજયના વધામણા  માટે સરપંચશ્રીઓનું અભિવાદન સમારોહ યોજવામાં આવેલ છે. ગુજરાતમાં ૧૦ હજાર કરતાં પણ વધારે સરપંશ્રીઓની ચૂંટણી યોજાઇ ગઇ,  જેમાં ૮૦ ટકા કરતાં પણ વધારે ભાજપાના સમર્થનવાળા અને ભાજપાની વિચારધારાને વરેલા સરપંચશ્રીઓ ચૂંટાઇ આવ્યા છે, તે સૌ સ્વયંભૂ આજે અહીં ઉપસ્થિત છે. ધાર્યા કરતાં પણ વિશાળ સંખ્યામાં સરપંશ્રીઓ અનેRead More