Main Menu

CHALLENGER DAINIK

 

જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

પો.કોન્સ સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,ગઢેચી વડલા,રાજહંસ કોમ્પ્લેકસની સામેનાં નાળા નીચે જાહેરમાં અમુક માણસો ભેગાં મળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો રોકડ રૂ.૧૦,૫૦૦/- તથા ગંજીપતાનાં પાના તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૬,૫૦૦/- મળી કુલ રૂ.૧૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાંRead More


ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી એલ.સી.બી.

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ઘોઘા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૨૬૨/૧૭ પ્રોહી. એકટ કલમઃ-૬૫એ,ઇ,૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબનાં ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપી ભરતસિંહ ચકુભા રાયજાદા તથા અર્જુનસિંહ ખુમાનસિંહ રાયજાદા રહે.બંને ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા તખ્તેશ્વર મંદિર પાસે ઉભા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં (૧) ભરતસિંહ ચકુભા રાયજાદા ઉ.વ.૨૬ રહે.રામદેવપીર મંદિર પાછળ, ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર (૨) અર્જુનસિંહ ખુમાનસિંહ રાયજાદા ઉ.વ.૨૧ રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ.જેથી તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓને નિલમબાગ પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.અનેRead More


જનસંપર્ક કાર્યક્રમનું આયોજન જામવાળી ગામમાં કરાયું.

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગર દ્વારા પાલીતાણાના જામવાળી ગામ ખાતે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરી ભારત સરકારની ચાલી રહેલી વિવિધ યોજનાઓ તેમજ સરકારના સ્વચ્છતા મિશનને વેગ આપતું નવું અભિયાન “સ્વચ્છ આંગણ,સ્વચ્છ દ્વાર” નામના અભિયાનથી લોકોને માહિતગાર કરાયા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સાંસદ સભ્ય ડૉ.ભારતીબેન શિયાળ,તળાજા માર્કેટિંગયાર્ડના પ્રમુખ ધીરુભાઈ શ્યાળ તેમજ પાલીતાણા તાલુકાના ટીડીઓ બાથાણીસાહેબ,દેના બેંકના મેનેજર,પાલીતાણા આઈ.ટી.આઈ.ના સિનિયર ઇન્સ્ટ્રક્ટર,તેમજ વિવિધ સામાજિક કાર્યકરો,તેમજ જામવાળી ગામના સરપંચની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગરના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા ભારત સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગતRead More


E Paper 18-01-2018


ગ. શ્રી અભયદેવસૂરી મ.મગરવાડા તીર્થમાં પધાર્યા

(દિપક ગોહીલ) ચેલેન્જર,મગરવાડા,તા.૧૬ ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.એ ત્રિદિવસીય મૌન સાધના પૂર્વક ચૌવિહારો, અઠ્ઠમનો તપની સુંદર આરાધના કરેલી છે. મહા પ્રભાવશાળી યક્ષરાજ શ્રી માણિભદ્ર વીર દાદાના દરબાર શ્રી મગરવાડા તીર્થ મૌન નિર્જલા અઠ્ઠમની સુંદર આરાધના સાધના કરેલ છે. મગરવાડા મધ્યે પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં શ્રી માણિભદ્ર વીર હવન થયું. જેમા ગુરુભક્તોએ પધારી લાબ લીધો. અત્રે સકળ સિદ્ધિદાયક શ્રી પાર્શ્વનાથ જિનાલયના મુખ્ય ગેટનો લાભ ગુરુદેવશ્રીના પ્રેરણાથી સાધારણ દ્રવ્ય દ્વારા લેવાયો. ચાંદીનું ૪ છત્ર, ૨ તોરણના સુંદર ચઢાવા થયાં. આવતીકાલે તા.૧૭-૧-૧૮ પાલનપુર ખોડાલિમ્બડા મધ્યે અઠ્ઠમનું પારણુ થશે. તા.૧૮-૧-૧૮ ચિત્રાસણીRead More


E Paper 17-01-2017


E Paper 16-01-2018


અશોકસાગરસૂરીશ્વરજીને રાષ્ટ્રસંતની પદવી પ્રદાન થશે

પાલીતાણા – શ્રી જંબુદ્વિપ સંકુલ સ્થાપક પ.પૂ.પં.શ્રી અભયસાગરજી મ.સા.ના પટ્ટધર શિષ્ય ૧૦૮ ફુટ દાદા આ આદિનાથ પ્રતિમા પ્રેરક, શ્રી જંબુદ્વિપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટર – પાલીતાણાના સ્થાપક સિંહ ગર્જનાના સ્વામી, ૧૦૦ શિષ્ય – પ્રશિષ્ય ગણનાયક શાસન પ્રભાવક પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીને ભારત જૈન મહામંડળ દ્વારા રાષ્ટ્રસંતની પદવી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશના શુભ હસ્તે તા.૧૮-૧-૨૦૧૮ ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે પાર્શ્વ આગમોદ્ધારકનગર, શીતલ શો રૂમ, ગ્રાન્ટરોડ, મુંબઈ ખાતે પ્રદાન કરવામાં આવશે.


૧૬-૧૬ યુવાનોનું વિશ્વ વિજય માટે મંગલ પ્રયાણ

(દિપક ગોહિલ) ચેલેન્જર,પાલીતાણા જૈન સમાજમાં ૧૬ શિક્ષિત યુવક-યુવતિ સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરશે. દીક્ષાના કાર્યક્રમને લઈને પ્રમોદ મહાજન મેદાનમાં તા.૧૯થી તા.૨૨ જાન્યુઆરી સુધી ‘વિજય પ્રસ્થાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં આચાર્ય ભગવંત શ્રી વિજય યુગભુષણસુરીશ્વરજી મ.સા. (પંડિત મહારાજ સાહેબ)ની નિશ્રામાં દિક્ષા યોજાશે. દિક્ષા લેવામાં એક આઈઆઈટી મુંબઈથી કેમિકલ એન્જિનિયર પણ સંસાર છોડી સંયમ માર્ગ અપનાવશે. દિક્ષા કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીના સવારથી ૪ઃ૩૦ કલાકથી શરૂ થશે. જેમાં ૧૬ યુવા આરામદાયક જીવનનો ત્યાગ કરી સંન્યાસના ‘વિજય પંથ’ પર પ્રવેશ કરશે. જેમાં મુંબઈ અને દેશભરમાંથી ૭૫૦૦૦થી વધારે ભક્તજનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાંRead More


E Paper 15-01-2018